Product Description
Yuddh ni Psychology (Gujarati)/ યુદ્ધ ની સાયકોલૉજીજીવન યુદ્ધનું મેદાન છે. ક્યારે, કયું યુદ્ધ માથે આવી ચડે એ કહી નથી શકાતું. એટલે દરેકે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું પડે છે. આજના આધુનિક યુગના આ તમામ યુદ્ધો પારિવારિક પણ હોઈ શકે છે અને ફાઈનાન્શિયલ પણ, યુદ્ધ પરિસ્થિતિ સાથે પણ હોઈ શકે છે અને બીમારીની સાથે પણ, સામનો નબળાનો પણ કરવો પડી શકે છે અને શક્તિશાળીનો પણ. એટલે દરેક મોરચા પર હંમેશા તૈયાર રહેવું કોઈપણ યુદ્ધમાં જીતવાની પ્રથમ શરત છે.`યુદ્ધ ની સાયકોલૉજી એક એવું પુસ્તક છે જેમાં `હું મન છું, `હું ગીતા છું અને `સર્વસ્વ સાયકોલૉજી છે જેવા અનેક બેસ્ટસેલર્સના લેખક દીપ ત્રિવેદી તમને રોજિંદા યુદ્ધોનો સામનો કરવા માટે સાયકોલૉજિકલી પાવરફુલ બનાવે છે. સાથોસાથ આ યુદ્ધોને જીતવા માટે તેઓ નિમ્નલિખિત વાતો પણ સમજાવે છેઃ1. યુદ્ધજીતવા માટે પોતાના મનને સશક્ત કેવી રીતે બનાવવું2. બીજાઓપર દબાણ બનાવીને કઈ રીતે વિજયી થવું3. દરેકપ્રકારના આધુનિક યુદ્ધમાં જીત પ્રાપ્ત કરવાના સાયકોલૉજિકલ સિદ્ધાંત અને તેમના દાવપેચચોક્કસપણે જીવનનું પ્રત્યેક યુદ્ધ એક એવી માઈન્ડ ગેમ છે, જેમાં જીતવા માટે જાતજાતની સાયકોલૉજિકલ ટ્રિક્સ અજમાવવી જરૂરી છે. ...અને આ પુસ્તક તમને દરેક પ્રકારનું આધુનિક યુદ્ધ જેવું કે પારિવારિક, ફાયનાન્શિયલ, પ્રોપર્ટી, બિઝનેસ, મેડિકલ અને લિગલ ફ્રન્ટ પર જીત પ્રાપ્ત કરવા માટે એક-એકથી ચડિયાતા સાયકોલૉજિકલ હથિયારોથી સુસજ્જ કરે છે.યુદ્ધ ની સાયકોલૉજી અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં બધાં પ્રમુખ બુક સ્ટોર્સ અને ઈ-કોમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ છે.
Product Details
Author: | Deep Trivedi |
---|---|
Publisher: | Aatman Innovations Pvt Ltd |
SKU: | BK0521118 |
EAN: | 9789384850036 |
Number Of Pages: | 208 |
Language: | Gujarati |
Binding: | Paper Back |
Reading age : | All |