Republic Day Sale – Upto 30% Off!
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
કાકાએ પોતાના હાથ બતાવ્યા, એમના હાથનાં આંગળાં લાલ બની ગયાં હતાં અને એમની આંખો પણ સૂજી ગયેલી હતી. મેં પૂછ્યું આ બધું શું થઈ ગયું છે. ? ‘આ બધું તારી કાકીનું પરાક્રમ છે. મને પરાણે મરચાંના ડીટિયાં તોડવા બેસાડ્યો. પહેલાં તો મેં ના પાડી, પણ તેણે કહ્યું કે અથાણું બે હાથે ખાઈ જાઓ છો. આજે મદદ કરવા બેસો એટલે ખબર ખબર પડશે કેમ અથાણું થાય છે. વજુ ! મારા બંન્ને હાથમાં આગ લાગી છે અને આંગળાં તો જાણે મીણબત્તીની જેમ બળી રહ્યાં હોય એમ લાગે છે. પૈસા, સમય, હાથ-પગ અને ખાતી વખતે મોઢું ! આજે મને એમ લાગે છે કે આપણા જીવનમાં અથાણાં જોઈએ જ નહીં, અધૂરામાં પૂરું કેરી કાપવા બેઠો હતો અને હાથ દુખી ગયા છે. ’ કાકાની કફોડી દશા જોઈને મને દયા આવી અને હું એમને બાજુની હોટલમાં નાસ્તો કરવા લઈ ગયો. આ હોટેલમાં પણ એવો સખત બફારો હતો કે જાણે આપણે કોઈ બળતી સગડીમાં દાખલ થયા હોઈએ. આવી ગરમીમાં પણ હું જોઈ શકતો કે માણસો ગરમાગરમ ભજિયાં અને તીખી તમતમતી મરચાંની ચટણી ખાઈ રહ્યા હતા ! કપાળેથી પરસેવો લૂંછતા જતા હતા અને ખાતી વખતે મોઢામાંથી સિસકારા બોલાવતા હતા.
Product Details
Title: | Zindgi Express (Hb) |
---|---|
Author: | Aarti Patel |
Publisher: | Navbharat Sahitya Mandir (1 January 2015) |
ISBN: | 9789351980452 |
SKU: | BK0416744 |
EAN: | 9789351980452 |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Hardcover |
Release date: | 01 January 2015 |