Product Description
પહેલું સાયન્ટિફિકલી ડિઝાઈન્ડ પુસ્તક 3 આસાન સ્ટેપ્સમાં જીવનને જીતો "હું મન છું", "હું કૃષ્ણ છું", "101 સદાબહાર વાર્તાઓ" તથા "તમે અને તમારો આત્મા" જેવા કેટલાંય બેસ્ટસેલિંગ પુસ્તકોનાં લેખક દીપ ત્રિવેદીનું નવું પુસ્તક "3 આસાન સ્ટેપ્સમાં જીવનને જીતો" હાલમાં જ રિલીઝ થઈ ગયું છે. સાયન્ટિફિકલી ડિઝાઈન કરવામાં આવેલું આ પુસ્તક 3 આસાન સ્ટેપ્સમાં તમારું જીવન 360 ડિગ્રીએ પરિવર્તિત કરી દેશે. પહેલા સ્ટેપમાં આ પુસ્તક તમને પોતાની સાથે ભેટો કરાવી દેશે. આ બહાને તમે પોતાનું સારી રીતે ઈન્ટ્રોસ્પેક્શન કરી લેશો. અને આ જરૂરી છે કેમકે મનુષ્ય પોતાને પૂર્ણપણે ન ઓળખવાને કારણે અનેક સમસ્યાઓથી ઘેરાય જાય છે. તેથી, પહેલા સ્ટેપમાં તમે પોતાનું ઈન્ટ્રોસ્પેક્શન કરવાથી સ્વયંજનિત તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી લેશો. એજ રીતે, સ્ટેપ 2 અનેક માનસિક, પારિવારિક, વ્યવહારિક તથા ફાઈનેંશિયલ સમસ્યાઓથી છુટકારો અપાવી દેશે. અને અહીંથી જ સ્ટેપ 3 શરૂ થાય છે. અને તમે જાણો જ છો કે જીવનમાં સમસ્યાઓ ન હોય તો જ મનુષ્ય કંઈ સકારાત્મક કરી શકે છે. તેથી બસ, સ્ટેપ 3 જીવનને સકારાત્મક વળાંક આપવા માટે છે. સહુથી પહેલા, આ તમારો કૉન્ફિડન્સ મજબૂત કરશે અને સાથે જ તમને સાચા ડિસીઝન લેતા પણ શીખવશે. અને જ્યારે ડિસીઝન સાચા પડશે, તો તમારું જીવન આમ પણ ક્યાંથી ક્યાં પહોંચી જશે. આ પુસ્તક વાંચવા તથા તેના 50+ આસાન ડે-ટૂ-ડે પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ ભરવામાં માત્ર 7 દિવસ આપો. પછી આ જ એપ્લિકેશન્સ તમારા સાચા દોસ્ત, ફિલૉસોફર અને ગાઈડ બનીને આજીવન તમને માર્ગ બતાવતા રહેશે. તમારા આ નાના-એવા પ્રયત્નથી ન કેવળ તમારી બધી સમસ્યાઓનો અંત આવી જશે, પણ સાથોસાથ તમે પોતાનાં સપનાઓનું જીવન પણ જીવી શકશો. આ પુસ્તક અંગ્રેજી, હિંદી, મરાઠી અને ગુજરાતીમાં બધાં બુક સ્ટોર્સ અને ઈ-કોમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ છે.
Product Details
Title: | 3 Aasaan Stepsma Jeevanne Jeeto |
---|---|
Author: | Deep Trivedi |
Publisher: | Aatman Innovations Pvt Ltd |
ISBN: | 9789384850616 |
SKU: | BK0447031 |
EAN: | 9789384850616 |
Number Of Pages: | 208 pages |
Language: | Gujarati |
Binding: | Paperback |
Reading age : | 14 years and up |
Release date: | 04 October 2022 |