Product Description
રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સુધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ – આવી અનેક ભારતીય મહિલાઓ, પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે. આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી. ભારતમાં જન્મીને અમેરિકામાં સ્થાયી થનાર ઇન્દ્રા નૂયી બિઝનેસજગતનાં સર્વકાલીન શ્રેષ્ઠ મહિલા CEO ગણાય છે. PepsiCo કંપનીને એક નવી જ ઊંચાઈએ લઈ ગયા બાદ આખી દુનિયાના બિઝનેસજગતના CEO અને વિવિધ રાષ્ટ્રોના નેતાઓના મનમાં તેઓ આદરભર્યું સ્થાન મેળવી શક્યાં છે. પોતાની વ્યવસાયિક કારકિર્દીની ટોચે પહોંચેલા ઇન્દ્રા નૂયી આજે પણ એક નખશિખ ભારતીય મહિલા છે. ભારતમાં રહેતી સ્ત્રીઓએ જે પ્રશ્નો, મુશ્કેલીઓ અને સંઘર્ષોનો સામનો કરવો પડે છે એ બધામાંથી ઇન્દ્રાએ પણ પસાર થઈને એક આદર્શ CEOની સાથે, આદર્શ માતા, દીકરી અને પત્નીની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી છે. ગૃહિણી અને CEO – આ બંને પડકારોમાં એક જ વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે એ આજે પણ ભારતીય સમાજ માટે વણઉકેલાયેલો કોયડો છે. આવું કેવી રીતે થયું? શું કોઈપણ વ્યક્તિ આવું કરી શકે? કેવી રીતે? આવા અનેક સવાલોના જવાબ આ પુસ્તકમાં છે. ઇન્દ્રા નૂયી લિખિત આ આત્મકથા વર્તમાન સમયની શ્રેષ્ઠ આત્મકથા ગણાય છે. દુનિયાભરની સેલિબ્રિટિઝ દ્વારા આવકાર પામેલી એક સફળ વ્યક્તિની આ મૂલ્યવાન યાત્રા ભારતની અનેક મહિલાઓ, યુવાનો, પરિવારો અને બિઝનેસજગત સાથે જોડાયેલાં સૌ કોઈ માટે Must Read છે.
Product Details
Title: | Maru Jivan (Guj) |
---|---|
Author: | Indra Nooyi |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition |
ISBN: | 9789395556064 |
SKU: | BK0480322 |
EAN: | 9789395556064 |
Number Of Pages: | 280 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 01 October 2022 |