Product Description
મૅનેજમૅન્ટ અને લીડરશિપ એ બંને અલગઅલગ બાબતો છે. મૅનેજમૅન્ટનો મહિમા ગાવામાં આપણે લીડરશિપનું મહત્ત્વ ભૂલી જઈએ છીએ. લોકો દ્વારા કરવામાં આવતાં કામોને મૅનેજ કરવું એ મૅનેજમૅન્ટ છે, પણ લોકોએ કયું કામ કરવું અને વધુ સારું કામ કરવા માટે એમને પ્રેરણા આપવી એ લીડરશિપ છે. યાદ રાખો – મૅનેજમૅન્ટથી રોજબરોજનું કામ `ચાલ્યા’ કરે છે, પણ વિકાસ અને પ્રગતિ લીડરશિપ દ્વારા જ હાંસલ કરી શકાય છે. ‘મૅનેજમૅન્ટ સ્કિલ’ વિકસાવવામાં આપણે જેટલો સમય અને નાણાં ખર્ચીએ છીએ, એની સામે જેને Best Investment કહેવાય એવા લીડર્સને તૈયાર કરવામાં પાછા પડીએ છીએ. એક ગેરમાન્યતા એવી પણ છે કે લીડર્સને તૈયાર કરી શકાતાં નથી, લીડર તો જન્મથી જ હોય છે. એક લીડર અનેક લોકોને પોતાની સાથે જોડવાની શક્તિ ધરાવતો હોય છે અને પ્રેરણા આપીને પોતાની સંસ્થા કે વિચારને ટોચ ઉપર લઈ જવા માટે સક્ષમ હોય છે. હવે તમને થશે કે તો પછી લીડર કેવી રીતે બનાય? એ માટે શું કરવું જોઈએ? શું તમે પણ લીડર બની શકો? હા, ચોક્કસ બની શકો. જરૂર છે માત્ર ‘તમારી અંદર રહેલા લીડર’ને ઓળખવાની. આ International Bestseller પુસ્તકની અંગ્રેજીમાં 10 લાખ ઉપરાંત નકલો વેચાઈ ચૂકી છે. જ્હોન મૅક્સવેલ દુનિયાના #1 Leadership Expert ગણાય છે. અત્યાર સુધીમાં તેમણે અનેક લોકોને ‘પોતાની અંદરની લીડરશિપ’ને ઓળખવાનું શીખવ્યું છે. આ પુસ્તક તમારી અંદર રહેલા લીડરને ઓળખીને લીડરશિપ માટેની જરૂરી દૃષ્ટિ, મૂલ્ય, પ્રભાવ અને પ્રેરણા વિકસાવવામાં તમને મદદ કરશે. લીડરશિપની દુનિયામાં તમારું સ્વાગત છે
Product Details
Title: | Tamari Andarna Leaderne Olkho (Guj) |
---|---|
Author: | John C. Maxwell |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition |
ISBN: | 9789394502925 |
SKU: | BK0480318 |
EAN: | 9789394502925 |
Number Of Pages: | 224 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 01 August 2022 |