Product Description
દુનિયાની 80 ટકા સંપત્તિ 20 ટકા લોકો પાસે છે. બિઝનેસમાં 80 ટકા કમાણી 20 ટકા ગ્રાહકો પાસેથી આવે છે. આપણું 80 ટકા સુખ કેમ 20 ટકા સંબંધો જ પૂરા પાડે છે? આપણા 80 ટકા વિચારો ફાલતુ, 20 ટકા કામના હોય છે. ફોનમાં 80 ટકા નંબર્સ નિષ્ક્રિય હોય છે, 20 ટકા નંબર્સ જ સક્રિય હોય છે. વૉર્ડરૉબના 80 ટકા ડ્રેસ ગડી વળેલા રહે છે તો 20 ટકા જ કેમ વધુ પહેરાય છે? 80/20ના નિયમ મુજબ, 80 ટકા પરિણામ અથવા આઉટપુટ 20 ટકા પ્રયાસો અથવા ઇનપુટ પર નિર્ભર કરે છે. સુખ, સંપત્તિ, સફળતા, સમાજ, સંબંધો વગેરેમાં આ નિયમ લાગુ પડે છે. એકવાર જો આ નિયમ સમજાઈ જાય, પછી સમય, શક્તિ અને Resoursesનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું સરળ થઈ જાય. યાદ રાખો – તમારી પાસે 24 કલાક જ છે. જો તમે એવું માનો છો કે, તમે વધુ કામ કરો તો વધુ સફળતા મળે, તો આ એકદમ ખોટી વાત છે. સિદ્ધ થયેલી વાત એ છે કે, આપણે કરેલાં 20 ટકા કામોથી જ આપણને 80 ટકા સફળતા મળતી હોય છે. આવું કેવી રીતે થાય? કેવી રીતે આ વિચારને અમલમાં મૂકીને ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાય? આખી દુનિયામાં અકસીર ગણાયેલા અને 100 ટકા સફળતાની ફૉર્મ્યુલા બની ગયેલા આ The 80/20 Principleને આ પુસ્તકમાં ભારતીય સંદર્ભમાં વૈજ્ઞાનિક રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ પુસ્તક વાંચો, આ Effective નિયમને સમજો અને જીવનમાં તેનો ઉપયોગ કરો, જેથી તમારાં સપનાં અને લક્ષ્ય ચોક્કસ પૂરાં થાય.
Product Details
Author: | Goswami Raj |
---|---|
Publisher: | R.R.Sheth & Co.Pvt. Ltd. |
ISBN: | |
SKU: | BK0502157 |
EAN: | 9789395556026 |
Number Of Pages: | 136 |
Language: | Gujarati |
Binding: | Paper Back |
Reading age : | All |