Product Description
તાતા પરિવાર એ ભારતનું ગૌરવ છે. તાતા પરિવાર માટે કહેવાય છે કે.... પોતાને માટે ધન કમાવવું અને બીજાઓ માટે સંપત્તિનું સર્જન કરવું એ બે જુદી બાબતો છે. આ એક એવો પરિવાર છે જેણે રાષ્ટ્ર માટે સંપત્તિનું સર્જન કર્યું છે. પોતાનાં સાહસ, સિદ્ધિ અને રાષ્ટ્રભાવનાનાં બળે આ પરિવાર અનેક દાયકાઓથી ઉત્તમ પ્રદાન કરી રહ્યો છે અને એ યાત્રા હજી પૂરી નથી થઈ. જમશેદજી તાતાએ સ્થાપિત કરેલી આ અણમોલ વિરાસત અનેક યુગદ્રષ્ટા સંચાલકોના હાથમાં થતી થતી આજે રતન તાતા સુધી પહોંચી છે. ભારતીય ઉદ્યોગજગતના સૌથી તેજસ્વી તારા, તાતા જેવા વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યના સર્વેસર્વા ‘રતન તાતા'નું વિશ્વ ઉદ્યોગજગતમાં એક વિશિષ્ટ સ્થાન અને માન છે. વર્તમાન સમયમાં તાતા ગ્રૂપ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વિશેષ સ્થાન ધરાવે છે. રતન તાતાને તેમની સફળતા, સાહસિકતા અને દૂરંદેશી માટે ‘ભારતીય હેન્રી ફોર્ડ'થી નવાજવામાં આવ્યા છે. વ્યવસાયજગતમાં મૂલ્યો દ્વારા પ્રદાન કરીને વિવિધ ક્ષેત્રોમાં તાતા ગ્રૂપને સફળતાની ટોચે લઈ જવામાં રતન તાતાની ભૂમિકા અને નેતૃત્વનું પ્રશંસનીય યોગદાન રહ્યું છે. `સવાયા ગુજરાતી’ એવા રતન તાતા આજે ભારત અને વિશ્વમાં પ્રેરણાત્મક રોલમૉડલ ગણાય છે. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર પ્રકાશિત થયેલું આ જીવનચરિત્ર રતન તાતા અને તાતા પરિવારના અનોખાં મૂલ્યો અને સફળતાની કહાણી આલેખે છે.
Product Details
Title: | Business Kohinoor : Ratan Tata (Guj) |
---|---|
Author: | B. C. Pandey |
Publisher: | R. R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition |
ISBN: | 9789394502840 |
SKU: | BK0480316 |
EAN: | 9789394502840 |
Number Of Pages: | 168 pages |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 01 October 2022 |