Product Description
મહિમા જયસિંહ... માત્ર મુંબઈ જ નહીં, નૅશનલ અખબારો માટે પેજ થ્રી પર્સનાલિટી! એનો એક્સ પતિ રાહુલ સેન, મૉડેલ, હૉલીવુડ-બૉલીવુડનો હીરો... અનેક સ્ત્રીઓનાં સપનાંનો રાજકુમાર. અર્જુન જયસિંહ... મહિમાનો ભાઈ અને એનો વિરોધી. અજય... મહિમાનો સેક્રેટરી, પણ એક સ્ત્રીની સફળતાથી અંજાયેલો અને ઘવાયેલો પુરુષ. સુમુખી... અજયની પત્ની અને હવે રાહુલ સેનની પ્રેમિકા. વિરાજસિંહ... મહિમા અને અર્જુનના કાકા, જેમને કોઈ પણ ભોગે મહિમાને પછાડવી છે, હરાવવી છે. અનિરુદ્ધ જયસિંહ... મહિમાનો દીકરો, એની જિંદગી, એનું સ્વપ્ન... જેમાં મહિમાએ પોતાની આખી જિંદગી ઇન્વેસ્ટ કરી છે. હવે આવનારા સમયમાં અનિરુદ્ધ બધું જ સંભાળી લેશે અને એના એમ્પાયરને બીજી ઊંચાઈ પર લઈ જશે એવું માનીને મહિમાએ અનિરુદ્ધને ઉછેર્યો. પરંતુ મહિમાનું એ સ્વપ્ન સફળ થશે ખરું? તેજેન્દ્રસિંહ... અનિરુદ્ધનો બૉડીગાર્ડ. વિરાજ અને અર્જુન એને ખરીદી લેશે, અને બૉડીગાર્ડ જ અનિરુદ્ધને નુકસાન પહોંચાડશે? પુરુષોની આ દુનિયામાં એકલા હાથે એમ્પાયર ઊભું કરીને પોતાની ટર્મ્સ પર જીવતી સફળ, સુંદર અને સ્વતંત્ર સ્ત્રીની આસપાસ ગૂંથાતી ઈર્ષા, અહંકાર અને અતિમહત્ત્વાકાંક્ષી પુરુષોના ષડ્યંત્રની જાળ. મા અને દીકરાના ઈગો અને ઇમોશનના ટકરાવ. સ્નેહ અને ષડ્યંત્ર વચ્ચે ઝૂલતી આ કથા, એક સફળ સ્ત્રીની મહત્ત્વાકાંક્ષા અને માનસિક પરિતાપની સંવેદનશીલ વાર્તા છે.
Product Details
Title: | Sannata Nu Sarnamu (Guj) |
---|---|
Author: | Kaajal Oza Vaidya |
Publisher: | Zen Opus |
ISBN: | 9789392592836 |
SKU: | BK0478991 |
EAN: | 9789392592836 |
Number Of Pages: | 384 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 15 years and up |
Release date: | 31 March 2023 |