Product Description
શિક્ષણની સાર્થકતાનું સાચું સરનામું આપણે સામાન્ય રીતે ભણતર, ગણતર અને ચણતર વિષે વિગતે વિચારતા નથી. શાળા-કૉલેજમાં વિદ્યાર્થીઓ જે ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરે છે; તેને આપણે શિક્ષણ-ભણતર કે કેળવણી કહીએ છીએ. ખરેખર ભણતર એ શિક્ષણ કે કેળવણીનો પર્યાય નથી. આપણે થોડાક ઊંડા જઈને વિચારીએ તો માત્ર અક્ષરજ્ઞાન કે વૈધિક શિક્ષણ ભણતર છે પણ એ ભણતરનો જીવનમાં યોગ્ય ઉપયોગ થાય તો તે ગણતર બને છે. તેથી તો આપણે ત્યાં કહ્યું છે કેઃ “ભણ્યા પણ ગણ્યા નહીં.” ભણતર સાથે ગણતર થાય તો જ જીવનનું ચણતર થાય. આ ચણતર એટલે વ્યક્તિનો સર્વાગી વિકાસ. ભણતર, ગણતરની સાથે જ જીવનના સાચા ચણતરની દિશાનું મૂલ્યવાન માર્ગદર્શન આપતું આ વિશિષ્ટ પુસ્તક અનુભવના એરણે ઘડાયેલાં ખ્યાતનામ શિક્ષણશાસ્ત્રીની કલમે લખવામાં આવ્યું છે.
Product Details
Title: | Shikhanni Sarvani |
---|---|
Author: | Motibhai M. Patel |
Publisher: | R.R. Sheth & Co. Pvt. Ltd.; 1st edition |
ISBN: | 9789392613036 |
SKU: | BK0444560 |
EAN: | 9789392613036 |
Number Of Pages: | 176 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 10 years and up |
Release date: | 01 December 2021 |