Product Description
આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. આંખનાં આંસુ, હોઠનું સ્મિત, સ્પર્શની સંવેદના કે મનમાં ચાલતી ઊથલ-પાથલ બનીને 'જિંદગી' પળેપળ આપણી સાથે, આપણી આસપાસ અને આપણી ભીતર રહે છે તેમ છતાં આપણે ક્યારેય જિંદગી સાથે સંવાદ કરતા નથી. આ પત્રો જિંદગી સાથેનો સંવાદ છે. આમ તો જિંદગીને કેટલુંય કહેવું છે આપણે, હજી સુધી જે નથી કહ્યું તે બધું જ આ પત્રોમાં આલેખાયું છે. સુખ, દુઃખ, પીડા, પશ્ચાત્તાપ, પ્રશ્નો, ક્ષમાયાચના, ઝઘડો, ફરિયાદ અને ફરી ફરી યાદ... આ પત્રો માત્ર મારી નહીં - આપણા સૌની જિંદગીને કરેલું સંબોધન છે.
Product Details
Title: | Tane Jindagi (Guj) |
---|---|
Author: | Kaajal Oza Vaidya |
Publisher: | Zen Opus |
ISBN: | 9789392592843 |
SKU: | BK0479012 |
EAN: | 9789392592843 |
Number Of Pages: | 208 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | 18 years and up |
Release date: | 7 June 2023 |