15% off on Books 📚
🚚 Free Shipping on orders above Rs.500
Product Description
ચિંતા છોડો સુખથી જીવો કાયમ સાથે રાખવા જેવું પુસ્તક કહેવાય છે કે ચિંતા ચિતા સમાન હોય છે પણ હવે પછી તમારે ચિંતાગ્રસ્ત જીવન જીવવાની જરૂર નથી. ડેલ કાર્નેગીના જાદુઈ જડીબુટ્ટી જેવા આ પુસ્તકે, લાખો લોકોને ચિંતા ઉપર વિજય મેળવવામાં ખૂબ મદદ કરી છે. સરળતાથી અમલમાં મૂકી શકાય એવી વાતો અહીં કરવામાં આવી છે, જે તમારા જીવનને ચિંતામુક્ત કરી આનંદ, સુખ અને શાંતિથી ભરી દેશે. જેમકે... (1) ધંધાકીય ચિંતાઓને તાત્કાલિક 50% કઈ રીતે ઘટાડવી? (2) નાણાકીય ચિંતાઓને કઈ રીતે ઓછી કરવી? (3) ટીકાઓને તમારા લાભમાં કઈ રીતે ફેરવવી? (4) થાકને દૂર કરીને કાયમ યુવાન કઈ રીતે બની રહેવું? (5) તમારી જિંદગીમાં રોજનો એક કલાક વધુ કઈ રીતે ઉમેરવો? ------------------------- લેખક વિશે ડેલ કાર્નેગી જન્મ : 24 - 11 - 1888મૃત્યુ : 1 - 11 - 1955 ડેલ કાર્નેગીનો જન્મ અમેરિકાના મિઝોરીમાં થયો હતો. તેઓ એક ગરીબ ખેડૂતના બીજા નંબરના સંતાન હતા અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે કૉલેજનો અભ્યાસ કરી શક્યા નહોતા. જોકે સ્થિતિને શરણે થવાનું તેમના સ્વભાવમાં જ નહોતું અને તેથી જ તેમણે જાહેરમાં ભાષણ આપવાની કળા શીખી લીધી. આ કળાએ તેમને લઘુતાગ્રંથિમાંથી તો મુક્ત કર્યા એટલું જ નહિ, પરંતુ તેમની પ્રતિભાના અન્ય પાસાંનો પણ વિકાસ કર્યો. તેમણે `How to Win Friends and Influence People' પુસ્તક લખ્યું અને 1936માં તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થવા સાથે જ તે વિશ્વનું બેસ્ટ સેલર પુસ્તક બની ગયું. દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં આ પુસ્તકનો અનુવાદ પ્રગટ થયો છે અને પાંચ કરોડ કરતાં વધુ નકલોનું વેચાણ થયું છે. ડેલ કાર્નેગી જીવનપ્રેરક પુસ્તકોના મસીહા ગણાય છે. દાયકાઓ પછી હજુ પણ તેમના પુસ્તકો બેસ્ટ સેલરની યાદીમાં સમાવેશ પામે જ છે અને કરોડો લોકો તેમના પુસ્તકોમાંથી પ્રેરણાનું અમૃતપાન કરી જીવન સફળ બનાવી રહ્યા છે.
Product Details
Title: | Chinta Chhodo Sukh Thi Jivo |
---|---|
Author: | Dale Carnegi |
Publisher: | R.R. Sheth & Co. Private Limited |
ISBN: | 9789351224617 |
SKU: | BK0424818 |
EAN: | 9789351224617 |
Number Of Pages: | 224 pages |
Language: | Gujarati |
Place of Publication: | India |
Binding: | Paperback |
Reading age : | Baby - 16 years |
Release date: | 1 September 2016 |